(દા.ત. “rameshbhai variya” લખી space દબાવો → “રમેશભાઈ વરિયા”. ટ ઠ ડ ઢ ણ ળ માટે મોટા અક્ષર: T Th D Dh N L. ફોનના ગુજરાતી કી-બોર્ડથી પણ લખી શકો.)
વિગતો ભરો, અંગ્રેજી તારીખ પસંદ કરો – સંવત, માસ, સુદ/વદ અને તિથિ આપોઆપ ગુજરાતી પંચાંગ પ્રમાણે આવી જશે. જમણી બાજુ કાર્ડ તરત બદલાશે. છેલ્લે “કાર્ડ ડાઉનલોડ (JPG)” દબાવો.
ફોનમાં “WhatsApp પર શેર” દબાવી સીધું મોકલી શકો. ડાઉનલોડ ન થાય તો નીચે બનેલા કાર્ડના ફોટા પર લાંબું દબાવી “Save image” / “Share” કરો.
તિથિ ગુજરાતી (અમાન્ત) પંચાંગ પ્રમાણે સૂર્યોદય સમયે ગણાય છે. ક્યારેક તિથિ ક્ષય/વૃદ્ધિ હોય ત્યારે એક દિવસનો ફરક આવી શકે – મહારાજ/પંચાંગથી એક વાર ચકાસી લેવું.
સ્વજન ગુમાવ્યાના દુઃખના સમયમાં પત્રિકા છપાવવા કે ડિઝાઇન કરાવવા દોડધામ ન કરવી પડે એ માટે આ મફત સેવા છે. અહીં બેસણું, દશાવિધિ, ઉત્તરક્રિયા (પાણીઢોળ) અને ભોજન પ્રસાદની અશુભ પત્રિકા થોડી મિનિટમાં બનાવી, ફોટો (JPG) તરીકે ડાઉનલોડ કરી સગાં-સંબંધીઓને WhatsApp પર તરત મોકલી શકાય છે. કોઈ લોગિન નહીં, કોઈ ચાર્જ નહીં – ભરેલી માહિતી ફક્ત તમારા ફોનમાં જ રહે છે.
બેસણું એ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા માટેની પ્રાર્થના સભા છે, જ્યાં સગાં-સંબંધીઓ અને મિત્રો પરિવારને સાંત્વના આપવા આવે છે. દશાવિધિ (દશમું) અવસાન પછીના દસમા દિવસે થતી વિધિ છે. ઉત્તરક્રિયા કે પાણીઢોળ સામાન્ય રીતે અગિયારમા–તેરમા દિવસે થાય છે, જેના નિમિત્તે ભોજન પ્રસાદ રાખવામાં આવે છે. આ બધા પ્રસંગની જાણ અશુભ પત્રિકા દ્વારા કરવામાં આવે છે.
હા, સંપૂર્ણ મફત છે. લોગિન કે નોંધણીની જરૂર નથી.
તિથિ ગુજરાતી (અમાન્ત) પંચાંગ પ્રમાણે સૂર્યોદય સમયે ગણાય છે. તિથિ ક્ષય/વૃદ્ધિના દિવસે એક દિવસનો ફરક આવી શકે, તેથી મહારાજ કે પંચાંગથી એક વાર ચકાસી લેવું. જરૂર પડે તો તિથિ જાતે બદલી શકાય છે.
“અંગ્રેજીમાં ટાઇપ કરો” ચાલુ રાખી rameshbhai variya લખી space દબાવો – રમેશભાઈ વરિયા બની જશે. ટ ઠ ડ ઢ ણ ળ માટે મોટા અક્ષર T Th D Dh N L વાપરો.
બલ્ક વિભાગમાં “WhatsApp શેર” કે “ફોટા બતાવો” વાપરો – ફોટા સીધા ગેલેરી/WhatsAppમાં જશે.
હા. કાર્ડ તમારા બ્રાઉઝરમાં જ બને છે; નામ-સરનામું કોઈ સર્વર પર અપલોડ થતું નથી.
Melo Card (melocard.in) is a free, no-login tool to create Gujarati condolence cards (અશુભ પત્રિકા) for Besnu (prayer meeting), Dashavidhi, Uttarkriya / Panidhol and Bhojan Prasad. Pick the English date and the Gujarati tithi – Vikram Samvat, month, Sud/Vad and tithi – is filled in automatically. Type names in English and they turn into Gujarati. Download the card as a JPG or share it straight to WhatsApp, or create personalised cards for hundreds of relatives in one go, grouped by who will send them. Everything runs in your browser; nothing is uploaded.